પાવીજેતપુર તાલુકાના કોહીવાવ ગામે આવેલ કબીર બોધપ્રકાશ મંદિર કોહીવાવ (કબીર નગર) માં તારીખ ૦૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભવ્ય ભજન સત્સંગ તથા આયુર્વેદ નિદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ પશુ સારવાર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

        કબીર બોધ પ્રકાશ મંદિર કોહીવાવના સ્થાનાધ્યક્ષ શ્રી ભીતર સાહેબ જણાવ્યા મુજબ

કબીર બોધ પ્રકાશ મંદિર કોહીવાવ (કબીર નગર) તા.પાવીજેતપુર જી. છોટાઉદેપુરમાં ૨૦૨૩ના નવા વર્ષના આગમન ટાણે જગજનની માં અંબાના પ્રાગટય દિન એવા પવિત્ર દિવસ પોષ સુદ પૂનમ તારીખ ૦૬ જાન્યુઆરી ૨૦૨૩ શુક્રવારના રોજ પારખનિષ્ટ આચાર્ય સદગુરુ શ્રી મહાનસાહેબજી તથા જુદા જુદા રાજ્યોમાંથી પધારનાર સંત સમુદાયની અમૃત વાણીનું રસપાન કરવા ગુજરાત, મધ્યપ્રદેશ તથા મહારાસ્ટ્ર માથી વિશાળ ભક્ત સમુદાય ઉપસ્થિત રહી જ્ઞાન સાગરમાં ડૂબકી દઈ પોતાના તન અને મનને નિર્મળ કરશે.

    આધુનિક સમાજમાં વધતાં જતાં અત્યાચારો, અંધ વિશ્વાસ જીવ હિંસા ધર્મના નામે થતાં વિગ્રહો, જાતિવાદ તથા ભૌતિકવાદમાં પડી માનવ અત્યારે ખતમ થઈ રહ્યો છે ત્યારે તેને નવી દિશા પ્રદાન કરવા માટે કબીર બોધ પ્રકાશ મંદિરના સ્થાનાધ્યક્ષશ્રી ભીતર સાહેબના સાનિધ્યમાં ભજન સત્સંગનો ભવ્ય વિરાટ કાર્યક્રમ રાખવામા આવેલ છે. આધ્યાત્મિક જ્ઞાન સાગરના રસપાનની સાથે સાથે માનવ સમુદાયના નીરોગી, સ્વસ્થ આરોગ્ય માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પાવીજેતપુર તથા કબીર બોધ પ્રકાશ મંદિર કોહીવાવ તા. પાવીજેતપુર જી. છોટાઉદેપુર ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૬/૦૧/૨૦૨૩ શુક્રવાર સવારે ૧૦-૦૦ થી બપોરે ૦૨-૦૦ કલાક સુધી પારુલ આયુર્વેદ હોસ્પીટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી આદિવાસી જનતાના સુખમય આરોગ્યમાટે તમામ પ્રકારના રોગોનું મફત આર્યુવેદિક નિદાન કરી મફત સારવાર કરશે. તેમજ આંખોના નિષ્ણાત ડોકટરો ઉપસ્થિત રહી સારવાર કરશે.તથા તમામ મૂંગા પશુઓની

નિ;શુલ્ક સારવાર કરવામાં આવનાર છે.