બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે દિયોદરના લુદરા ગામની સીમમાંથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી. પોલીસની ટીમે લુદરાથી દોલાજી ઠાકોર નામના શખ્સને 4 કિલો 908 ગ્રામ ગાંજા સાથે રૂ. 49,080 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે દિયોદર તાલુકાના લુદરા ગામની સીમમાંથી એક મકાનમાંથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં એસ.ઓ.જી.પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે, દિયોદર તાલુકાના લુદરા ગામમાં રહેણાંક મકાન બનાવી રહેતાં દોલાજી ઠાકોર પોતાના ઘરે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખે છે. જે બાતમી હકીકતના આધારે બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે પંચો સાથે લુદરા ગામમાં રેડ કરતાં એસ.ઓ.જી. પોલીસને 4 કિલો 980 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી. પોલીસે દોલાજી ઠાકોરની અટકાયત કરી દિયોદર પોલીસ મથકે કુલ રૂ. 49,080 મુદ્દામાલ સાથે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે દિયોદર પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.