શ્રી અરવંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે નર્મદા જિલ્લામાં યોજાશે નિબંધ, ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા

જિલ્લા કક્ષા નિબંધ,ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાના તા.૨૦ મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

સ્પર્ધામાં ૧૫ થી ૧૯ વર્ષ “અ” વિભાગ તથા ૧૯ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમાં ભાગ લઇ શકશે

રાજપીપલા,બુધવાર :- રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર ધ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર ધ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,નર્મદા ધ્વારા સંચાલિત શ્રી અરવંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારીત નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન બે વિભાગમા યોજાશે. જેમા ૧૫ થી ૧૯ વર્ષ “અ” વિભાગ તથા ૧૯ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમા આવશે. નિબંધ તથા વકતૃત્વ વિષય ‘શ્રી અરવિંદ ઘોષના જીવન કવન” રહશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામા આવશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજ્ય કક્ષાએ પસંદગી પામશે. તથા રાજ્ય કક્ષાએ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારશ્રીના ખર્ચે લઇ જવામા આવશે.

આ સ્પર્ધામા અરજી કરવા માટે સાદા કાગળમા સ્પર્ધકનુ નામ,સરનામુ,મોબાઇલ નંબર,જન્મ તારીખ,સ્પર્ધાનુ નામ, સ્પર્ધાનો વિભાગ, સ્કુલ/કોલેજનુ નામ અને સરનામુ, વગેરે વિગતો લખી સ્પર્ધક્નુ આધાર કાર્ડ સાથે જોડી તા-૨૦/૦૧/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રૂમ નં-૨૧૭ બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે મોકલી આપવાની રહેશે. બપોરે ૧૨ કલાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહશે નહી તેમ નર્મદા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. ૦૦૦૦