મોટા રાયપુરા ગામે નજીવી બાબતે ઝગડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ મળતી

માહિતી અનુસાર નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામે આ કામના ફરિયાદી સંદીપભાઈ સોમાભાઈ વલવી ગામમાં કામ અર્થે નીકળ્યા હોય દરમિયાન આ કામના આરોપી કાર્તિકભાઇ અશોકભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈ આવીને ફરિયાદી સંદીપભાઈ વલવી ને સ્ટેરિંગ અડારી જતા રહેલ દરમિયાન ફરિયાદીએ જણાવેલ કે મોટરસાયકલ જોઈને ચલાવો તેમ કહેતા આ કામના આરોપી કાર્તિક વસાવા મોટરસાયકલ લઈ આવી ઈટ વડે ફરિયાદીને માથાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી દરમિયાન આ કામના આરોપી નવરંગભાઇ રાજુભાઈ વલવી તથા જીગ્નેશભાઈ રોહિતભાઈ વલવી ફરિયાદી પાસે આવી ફરિયાદીને પકડી રાખી આ કામના આરોપી કાર્તિકભાઈ વસાવા એ પાઇપ વડે ફરિયાદીને માથાના ભાગે મારી ઇજા પહોંચાડી તથા છાતીના ભાગે તેમજ ગુટણના ભાગે મારી ઇજા પહોંચાડી જાન થિ મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી સંદીપભાઈ સોમાભાઈ વલવીએ રાજપીપલા પોલીસ માટે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ રાજપીપલા પોલીસ ને થતા રાજપીપલા પોલીસે આરોપી (1) કાર્તિકભાઇ અશોકભાઈ વસાવા (2) નવરંગભાઇ રાજુભાઈ વલવી (3) જીગ્નેશભાઈ રોહિતભાઈ વલવી તમામ રહે મોટા રાયપુરા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે