ડીસામાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જેમાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રખડતાં આખલાએ વિદ્યાર્થીનીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે જાહેર માર્ગ પર પશુઓને ઘાસચારો નાખતાં અહીંથી નીકળતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમાં ધો. 8 માં અભ્યાસ કરતી જયશ્રી ડાભી નામની વિદ્યાર્થીની તેની બહેનપણીઓ સાથે શિવનગર શાળા તરફ જઇ રહી હતી. તે સમયે રખડતાં એક આખલાએ અચાનક દોડી આવી અડફેટે લેતાં જયશ્રી રોડ પર પટકાઇ હતી. જેના કારણે તેને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા શહેરમાં અનેક જગ્યાએ જાહેર માર્ગ પર ઘાસચારો નાખતાં, રખડતાં પશુઓ અડીંગો જમાવી દે છે. જેના કારણે રોડ પરથી પસાર થતાં લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે. અવાર-નવાર આવી ઘટનાઓ બનવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે જાહેર માર્ગ પર ઘાસચારો નાખતાં લોકો સામે કડક કાર્યવાહી કરી રખડતાં પશુઓના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ આપવામાં આવે તેવી લોકોની માંગ છે.