બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તાર થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી એમ.ડી. ડ્રગ્સ સાથે એક શખ્સની પોલીસે અટકાયત કરી છે. જેમાં થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતી.

તે દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની રાજસ્થાન તરફથી 2 શખ્સોને ગાડી લઇ ગુજરાત તરફ આવી રહ્યા હતા. જેથી ખોડા ચેકપોસ્ટ ઉપર પોલીસે ગાડી રોકાવી ગાડીમાં બેઠેલા ચાલક સહીત 2 શખ્સોમાંથી ચાલકના બાજુના બેઠેલા શખ્સને નીચે ઉતારી તપાસ કરતાં ગાડી ચાલકે તે સમયે મોકાનો ફાયદો ઉઠાવી ગાડી લઇ નાસી છૂટ્યો હતો.

જ્યારે બીજા શખ્સની પોલીસે તપાસ કરતાં મેફેડ્રોન ડ્રગ્સ 19 ગ્રામ જેટલું મળી આવ્યું હતું.જેથી પોલીસે કુલ મુદ્દામાલ રૂ. 1.95 નો મુદ્દામાલ જપ્ત કરી કેશરારામ ગંગારામ જાટ (પોસલા બાડમેર) અને ઓમારામ બ્રાહ્મણ (રામદેરીયા કાશ્મીર બાડમેર) સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.