ગુન્હાના આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે ગુન્હાહીત કાવતરૂ રચી, આરોપી ચંદાબેન ઉર્ફે સંજુ ઉર્ફે મનીષાએ વેપારીને ફોન કરી,
જમીન તથા ગાયો લે વેંચની મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવી વેપારી સાથે શરીર સબંધ બાંધવા પ્રયત્ન કરતા વેપારીએ ના પાડતા વેપારી પોતાના ઘરે પરત જતા હોય તે વખતે,
અન્ય ચાર આરોપીઓ ઇકો ફોરવ્હીલ લઇ આવી વેપારીને ગાળો આપી,લાકડી તથા હાથ વડે માર મારી, વેપારીને ઇકો ફોરવ્હીલમા બેસાડી અપહરણ કરી લઇ,
ચાવંડ , ઢસા , ગઢડા ગામની અલગ અલગ અવાવરૂ જગ્યાએ લઇ જઇ, આરોપી પોલીસમા હોય તેવી ખોટી ઓળખ આપી, વેપારીને બળાત્કારના કેસમા ફસાવી દેવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી,
બળજબરીથી મિલ્કત કઢાવી લેવા બાનમા રાખી, વેપારીને તેના દિકરા સાથે ફોનમા વાત કરાવડાવી, વેપારીના નામના કોરા ચેક મેળવી, વેપારી ને ઢસા ઉતારી દીધા હતા.
આમ આરોપીઓ એ ગુન્હો કરવામા એક બીજાએ મદદગારી કરી તેમજ અધિક જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી નાસી ગયેલ,
આરોપીઓને પકડી પાડવા વેપારી એ ફરીયાદમાં લખાવેલ વર્ણન આધારે તેમજ CCTV કેમેરાની મદદથી ચોક્કસ માહીતી આધારે,
બાબરા નજીક રાજકોટ-ભાવનગર હાઇવેપર આવેલ સહયોગ હોટલ નજીક અવાવરૂ જગ્યાએથી ઇકો કાર સાથે,
એક મહીલા તથા અન્ય ચાર આરોપીઓને,અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ -૫ કિ.રૂ .૨૫૦૦૦ / તથા એક લાકડી કિ.રૂ .૧૦ / - તથા ઇકો ફોરવ્હીલ કિ , ૩,૪,૦૦,૦૦૦ / - તથા કોરા ચેક ૦૪ કિ.રૂ .૦૦ / - મળી કુલ કિ.રૂ .૪,૨૫,૦,૧૦ / -ના મુદામાલ સાથે
બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા શોધી કાઢી બાબરા પો.સ્ટે.ખાતે લાવી, આરોપીઓની ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :
( ૧ ) તુષારભાઇ પરશોતમભાઇ પટેલ ઉ.વ .૨૯, ધંધો. – જમીન દલાલી, રહે. ગામ કુંડાળ, ૦૪ ઘનશ્યામ નગર સોસાયટી, નંદાસન રોડ, કીનારા સીનામાની પાછળ,તાલુકો. કડી, જી.મહેસાણા,
( ૨ ) મહેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઇ સન/ ઓફ ધિરૂજીભાઇ લક્ષમણભાઇ રાઠોડ ઉ.વ .૨૫, ધંધો.માલ ઢોર અને ખેતી, રહે . વસઇ ડાભલા, ચામુંડા નગર સોસાયટી ડાભલા, તા.વિજાપુર, જી.મહેસાણા,
( ૩ ) શૈલેષભાઇ સન / ઓફ રમેશભાઇ વિહાભાઇ રબારી ઉં.વ .૧૯, ધંધો – માલ ઢોરનો, રહે.ગામ રાજપુર, તા. કડી, જી . મહેસાણા,
( ૪ ) સાહીલભાઈ સન/ઓફ પંકજભાઇ બળદેવભાઇ પટેલ ઉ.વ .૩૦, ધંધો. – એસી રીપેરીંગ, રહે . હાલ કડી, વાતસ્લય બંગ્લોઝ કડી,કરણ નગર રોડ,તા . કડી, જી . મહેસાણા,મુળ. કષ્ણનગર-કટોસણ તા . જોટાણા, જી. મહેસાણા,
( ૫ ) ચંદાબેન ઉર્ફે સંજુ ઉર્ફે મનીષા વાઇફ/ઓફ સંજયભાઇ ચંદુભાઇ રાઠોડ ઉ.વ .૩૭, ધંધો. ગાયોનો તબેલો, રહે.ગુંદીયાળા,તા.વઢવાણ, જિ.સુરેન્દ્રનગર,હાલ રહે.રાજપુર ગામ, ઓડાના મકાનમાં,તા.કડી, જિ.મહેસાણા,
આ આરોપીઓ ઉપર બાબરા પોલીસ સ્ટેશન A- પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૩૦૦૦૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૬૪-૬,૩૮૫,૩૮૯,૫૦૪,૫૦૬-૨,૧૨૦ - બી .૩૪,૧૧૪,૧૭૦ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા .૦૧ / ૦૧ / ૨૦૨૩ ના રોજ રજી , થયેલ હોય,
ઉપરોક્ત કામગીરી ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા શરીર સબંધીત તેમજ મિલ્કત સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ એ.જી.ગોહીલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે
બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ . આર.ડી ચૌધરી તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર હેરમા તથા પો.કોન્સ મહાવીરસીંહ બી સીંધવ તથા પો.કોન્સ રાજેશભાઇ રાઠોડ તથા પો.કોન્સ ગોકુળભાઇ એમ રાનડીયા તથા બાબરા પો.સ્ટે.ના પો.કોન્સ રામદેવસીંહ બી સરવૈયા તથા પો.કોન્સ પ્રકાશભાઇ આર હેરમા તથા પો.કોન્સ.મહાવીરસ , બી સીંધવ તથા પો.કોન્સ રાજેશભાઇ જી રાઠોડ તથા પો.કોન્સ ગોકુળભાઇ એમ સતડીયા તથા બાબરા પો.સ્ટે.ના પો.કોન્સ રામદેવસીંહ બી સરવૈયા તથા પો.કોન્સ.પ્રકાશભાઇ આર ગરૈયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.