ડીસામાં કાર્યરત આદિવાસી સમાજના સંગઠન એકલવ્ય યુવા સંગઠન દ્વારા અનેક સેવાકીય પ્રવુતિ કરવામાં આવે છે. ત્યારે નવા વર્ષની શરૂઆત એક રક્તદાન કેમ્પ દ્વારા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવા મિત્રોએ રક્તદાન કર્યું હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જીલ્લામાં એકલવ્ય યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. ત્યારે આ નવા વર્ષની શરૂઆત અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં એકલવ્ય યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન એ મહાદાન છે. સમયસર રક્ત ન મળવાના કારણે અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. જેથી આવા લોકોને નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી એકલવ્ય યુવા સંગઠન દ્વારા વર્ષ ૨૦૨૩ ની શરૂઆતના પ્રથમ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આદિવાસી- ભીલ સમાજના યુવા મિત્રો અને આદિવાસી સમાજની દિકરીઓએ બ્લડ ડોનેટ કરી એક અનોખું સેવાનું કાર્ય કર્યું છે.આદિવાસી ભીલ સમાજના યુવા મિત્રોના આ કાર્યને સૌ લોકોએ બિરદાવ્યું હતું.