રાજુલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મીડવાઇફ પ્રિયંકા ગોહિલની ઉતકૃષ્ટ કામગીરી બાળકના ગળામાં માતાની ગર્ભનાળ વિંટાળી ગયેલી હોવા છતાં સફળ પ્રસુતિ થઈઅમરેલી તા.૦૫ ઓગસ્ટ, ૨૦૨૨ (શુક્રવાર) રાજ્ય સરકારના સામૂહિક કેન્દ્રો દ્વારા છેવાડાના વિસ્તારના લોકોને પણ આરોગ્યની સેવાઓ મળી રહી છે. આ કેન્દ્રોમાં કર્મચારીઓની ફરજનિષ્ઠા અને આવડતના કારણે અનેક કિસ્સામાં દર્દીઓને નવજીવન મળ્યું છે ત્યારે આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી સામે આવ્યો છે. રાજુલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મીડવાઇફ કુમારી પ્રિયંકાબહેન ગોહિલની ફરજનિષ્ઠા અને આવડતના કારણે એક બાળકને મોતના મુખમાંથી ઉગારી લીધું હતું અને તેની માતાને પણ નવું જીવનદાન મળ્યું છે.
બનાવની વિગતો મુજબ, રાજુલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પ્રસૂતા પ્રસવની પીડા સાથે આવ્યા હતા. જે વખતે પ્રસૂતાને લઈ આવવામાં આવ્યા ત્યારે તેમને અસહ્ય દુ:ખાવો હતો. આ સમયે કુમારી પ્રિયંકા સંપૂર્ણપણે આ કામગીરીને પૂર્ણ કરવા માટે તૈયાર હતા. આ સ્થિતિ હતી એ દરમિયાન બાળકનું માથું માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યું ત્યારે માતા અને બાળકને જોડતી ગર્ભનાળ બાળકના ગળામાં વિંટળાયેલી હતી જે બાળકના જીવન માટે મુશ્કેલીભરી હતી. જો કે, અનુભવી અને તત્પરતાથી આ કામને પ્રિયંકાબહેને સમયસૂચકતાથી યોગ્ય નિર્ણય અને કાર્ય પૂર્ણ કર્યું અને
સફળ પ્રસૂતિ કરાવી બાળકનો જન્મ કરાવ્યો હતો.
બાળકનો જન્મ થયો ત્યારબાદ તુરંત જ બાળકે ગોલ્ડન મિનિટમાં હીલચાલ નહોતી કરી ત્યારે પ્રિયંકાબહેને તેમની યોગ્ય તાલીમ અને કોઠાસૂઝને કામે લગાડી. બાળકને જીવનરક્ષક પ્રોસીજર આપી અને બાળકનો જીવ બચાવી લીધો હતો. આ સફળ પ્રસૂતિ કરાવનાર નર્સ પ્રિયંકાબહેન પરમાર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો પ્રસૂતા અને પ્રસૂતાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી