કડાણા નજીક નવ નિર્મિત ઘોડીયાર પુલ પર એક બીનવારસી મોટર સાયકલ નજીક યુવક-યુવતીના ચંપલો વહેલી સવારે નજરે પડતા કૂતુહલવશ લોકટોળા ઉમટયા હતા.એકબીજાના પ્રેમમા પાગલ  પ્રેમીઓ સમાજ પોતાને એક થવા નહી તેની બીકે તેમજ બંને એકસાથે જીવવા મરવાના કોલ આપી મહીનદી મા મોતનો ભુસકો માર્યો હોવાની શંકા જતા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાવિકોએ હોડીયો મારફતે મહીનદીમા યુવક-યુવતીની શોધખોળ આરંભી છે.જાણવા  મળ્યા મુજબ યુવક-યુવતી મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના હોવાનુ ચચૉઈ રહેલ છે.પુલ ઉપર મોટર સાયકલ નંબર. GJ 35 F 2631 સાથે પગરખાં ને લઇ અનેક ચચૉઓ ઉઠવા પામેલ છે.બનાવને લઈને કડાણા પુલ ઉપર લોકટોળા ઉમટયા હતા.જયારે બનાવ ની જાણ થતા મામલતદાર,કડાણા અને કડાણા પોલીસ ઘટના સ્થળે પહોચી ગયા હતા.સાજે પાંચ વાગ્યા સુધી યુવક-યુવતીના પત્તો લાગેલ નથી.