ગુજરાતમાં દારૂ બંધી છે.!  31st ને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતુ તેમણે જણાવ્યું કે તમામ શહેરોમાં પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ છે અને તમામ જગ્યાએ નાકાબંધી કરવામાં આવી છે આ વર્ષે એન્ટી ડ્રગ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એન્ટી ડ્રગ કીટથી ડ્રગ સામેની લડાઈ વધુ મજબૂત થશે.જ્યારે અમદાવાદ શહેર પોલીસની અનોખા અંદાજમાં ન્યુ યર પાર્ટીને લઈને અમદાવાદ પોલીસે જે પોસ્ટ કરી ચેતવણી પણ આપી હતી. દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકોને અટકાવવા રાજ્યની તમામ ચેકપોસ્ટ ઉપર સધન ચેકીંગ હતુ. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 32 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 39 અન્ય ચેકપોસ્ટ બનાવી કડકાઇથી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસે અલગ - અલગ ચેકપોસ્ટ પર કડકાઈથી વાહન ચેકિંગ અને બ્રેથ એનલાઈઝર મશીન વડે પીધેલા લોકોનો ટેસ્ટ કરતાં દારૂના નશામાં મળી આવેલા 916 ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તમામને ગુજરાતમાં દારૂબંધીના કાયદાના પાઠ ભણાવ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમા ચેકીંગ દર્મીયાન હઝારો ની સંખ્યામાં નાસાની હાલતમા નબીરા ગુજારત પોલીસે જડપ્યા હતા,