કાંકરેજના ખારીયા મુખ્ય નર્મદાની કેનાલના સાઇફનમાંથી તરતો એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ બનાવની જાણ પોલીસને થતાં મૃતદેહ કેનાલમાંથી બહાર નીકાળી થરા રેફરલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના ખારીયા મુખ્ય નર્મદાની કેનાલમાંથી એક યુવકનો સાઇફાનમાં તરતો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સ્થાનિક લોકોને મૃતદેહ નજરે પડતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જોકે, મળતી માહિતી મુજબ, યુવક 3 દિવસ અગાઉ કેનાલમાં પાણી પીવા જતાં લપસતાં પાણીમાં ગરકાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે યુવકના મૃતદેહને થરા રેફરલમાં પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.