મે.ડી.જી.પી સાહેબશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓએ આગામી ખ્રિસ્તી નવા વર્ષની તેહવાર હોઇ તે અનુસંધાને તા-૨૫/૧૨/૨૦૨૨ થી તા-૦૫/૦૧/૨૦૨૩ સુધીની સ્પેશીયલ પ્રોહી ડ્રાઇવ આપેલ હોઇ

જે અન્વયે મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તેમજ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી અનુસંધાને લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર રેઇડો કરી પરીણામલક્ષી કામગીરી કરવા તા-૨૫/૧૨/૨૦૨૨ થી તા-૦૫/૦૧/૨૦૨૩ સુધીની સ્પેશીયલ પ્રોહી ડ્રાઇવ આપી જરૂરી સુચના કરેલ તેમજ મહે,નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.સી.ખટાણા સાહેબ લીમખેડા વિભાગ લીમખેડા તથા મે.સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એન.ગઢવી સાહેબ નાઓએ પણ ૩૧ ડિસેમ્બર અન્વયે પ્રોહીબિશના કેશો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જે અનુસંધાને દેવ.બારીયા પો.સ્ટે.ના સિ.પો.સબ.ઇન્સશ્રી બી.એમ.પટેલ તથા સે.પો.સ.ઇ શ્રી ડી.આઇ.સોલંકી તથા એ.એસ.આઇ મુકેશભાઇ ઉદેસિંહ બ.નં.૧૦૭૧ તથા એ.એસ.આઇ દિલીપભાઇ ખાતુભાઇ બ.નં-૯૯૫ તથા એ.એસ.આઇ ગજેન્દ્રસિંહ વેસિંહ બ.નં-૧૦૫૩ તથા અ.હે.કો રણજતસિંહ ફતેસિંહ બ.નં- ૧૦૩૮ તથા અ.હે.કો સુભાષભાઇ ધુળાભાઇ બ.નં-૯૯૮ તથા અ.હે.કો સંજયભાઇ દલપતભાઇ બ.નં-૧૦૬૮ તથા અ.હે.કો વિક્રમભાઇ મણિલાલ બ.નં-૯૪૧ નાઓની અલગ-અલગ ટીમો બનાવી સરકારી તેમજ ખાનગી વાહનોમા લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર રેઇડો કરવાની કામગીરી હાથ ધરેલ અને તેમજ પો.સ્ટે વિસ્તારમા ત્રણ ચેકપોસ્ટ ઉભી કરી બ્રેથએનેલાઇઝર મશીન સાથે રાખી તમામ વાહનોનુ ચેકીંગ પણ હાથ ધરેલ અને આ દરમ્યાન પ્રોહીબીશનના પઝેશનના તથા પીધેલાના તથા ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના મળી કુલ-૧૨ પ્રોહીબીશનના કેશો કરી કાયદેસર ની કાર્યવાહી કરી દેવ.બારીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાઓ દાખલ કરવામા આવેલ છે.