મ્હે પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા ગંભીર

 

પ્રકારના ગુન્હોઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મ્હે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ દેવભુમી દ્વારકા જીલ્લામાં જાહેર થયેલ ગંભીર પ્રકારના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢવા કડક સુચના કરેલ હોય. જે અનુસંધાને ના.પો.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ માર્ગદર્શન તથા સુચના કરેલ હોય.

 

ખંભાળીયા તાલુકાના સોનારડી ગામના જી.ઇ.બી. ના કોન્ટ્રાકટર રવીરાજસિંહ ભુપતસિંહ જાડેજા નાઓએ જી.ઇ.બી.ના કામ માટે સોનારડી ગામ ખાતે મજુરોને રહેવા પોતાના કુટુંબી કાકાના કબ્જા ભોગવટાના વાડામાં મજુરી કામ માટે રાખેલ હતા. અને ગઇ તા.૨૦/૧૨/૨૦૨૨ ના રાત્રીના સમયે સદર વાળાની અંદર આવેલ ઓરડીમાં રહેતા મજુર વિક્રમભાઇ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભુટીયો સન ઓફ હીરાભાઇ રાઠોડ મુળ રહે. લીમરવાડા ગામ તા.વિરપુર જી.મહીસાગર વાળા તથા અન્ય સાહેદો સાથે મળી જમતા હોય તે દરમ્યાન મજકુર મજુર રમેશભાઇ ગોરાભાઇ ઠાકોર તથા વિક્રમભાઇ હીરાભાઇ રાઠોડ વચ્ચે જમવા બાબતે જગડો થતા રમશેભાઇ ગોરાભાઇ ઠાકોરએ લાકડાનો ધોકો વિક્રમભાઇ હીરાભાઇ રાઠોડને માથા પર મારતા ગંભીર ઇજા પહોંચાડેલ હતી. અને રમેશભાઇ ઠાકોર એ અન્ય સાહેદોને તથા ઇજા પામનારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પગથીયાથી લપ્સીને પડી જતા માથામાં ઇજા થયેલ હોવાની હોસ્પીટલમાં તથા અન્ય સાહેદોને જાણ કરવાનું જણાવી ગંભીર પ્રકારનો ગુન્હો આચરી નાશી ગયેલ હતો.

 

બાદ ગઇ તા.૨૨/૧૨/૨૦૨૨ ના રોજ ઇજા પામનાર વિક્રમભાઇ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભુટીયો સનઓફ હીરાભાઇ ઠાકોર રાઠોડ મુળ રહે. લીમરવાડા ગામ તા.વિરપુર જી.મહીસાગર વાળાઓ સારવાર દરમ્યાન મરણ જતા તેના વતન મહીસાગર જીલ્લાના લીમરવાડા ગામ ખાતે લોકીક વિધી રાખેલ હોય તે દરમ્યાન સાહેદોએ મરણજનારના પીતાને સાચી હકિકત જણાવેલ અને મરણ જનારના પિતા ફરીયાદીશ્રી હીરાભાઇ ફતાભાઇ રાઠોડ એ ખંભાળીયા પો.સ્ટે. તેની ફરીયાદ હકિકત જાહેર કરી ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૨૧૩૮૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૦૨,૨૦૩,૫૦૬(૨) વિગેરે મુજબનો ગુન્હો તા.૨૯।૧૨।૨૦૨૨ ના જાહેર થયેલ છે,

 

ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા સાહેબશ્રીએ આરોપીને પકડવા માટે પો.સબ.ઇન્સ. વી.બી.પીઠીયા સાહેબશ્રી સાથે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે આરોપીને

 

પકડવા માટે પ્રયત્નો કરી આરોપી રમેશભાઇ ઉર્ફે રમલો ગોરાભાઇ ઠાકોર રહે.લીમરવાડા ગામ તા.વિરપુર જી.મહીસાગર વાળાને સ્થાનીક પોલીસની મદદ લઇ આરોપીને આજરોજ તા.૩૧/૧૨/૨૦૨૨ ના ધોરણસર અટક કરી આરોપીની યુક્તિ- પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીએ સાચી હકિકત જણાવી ગુન્હો કરેલનો એકરાર કરેલ હોય અને આગળનુ વધુ તપાસ પો.સબ ઇન્સ. વી.બી.પીઠીયા સાહેબશ્રી દ્વારા હાથ ધરવામા આવેલ છે.

 

આરોપીનું નામ-

 

રમેશભાઇ ઉર્ફે રમલો ગોરાભાઇ ઠાકોર મુળ રહે.લીમરવાડા ગામ તા.વિરપુર જી.મહીસાગર હાલ સોનારડી ગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા

 

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

 

(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઝાલા

 

(ર) પો.સબ.ઇન્સ. વી.બી.પીઠીયા (૩) પો.હેડ.કોન્સ. રોહીતભાઇ નટરલાલ થાનકી (વડત્રા આ.પો.)

 

(૪) પો.હેડ.કોન્સ મહીદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા (વડત્રા આ.પો.) (૫) પો.હેડ.કોન્સ. સાજણભાઇ સામતભાઇ સુવા (પો.સ.ઇ. રાઇટર)

 

(૬) પો.કોન્સ. પ્રબુભાઇ ધારાભાઇ ગઢવી (પો.સ.ઇ. રાઇટર)