આદિપુરના કામધેનુ ગૌશાળા ટ્રસ્ટને વિવિધ દાતાઓ અને સંસ્થાઓ તરફથી બીમાર ગાયોની દવા અને ઘાસચારા માટે તાજેતરમાં કુલ 3,46,010નું દાન અર્પણ કરાયું હતું. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગાંધીધામ આંગડિયા એસો.ની અલગ-અલગ પેઢીના માલિકો જેમાં રવિભાઇ ઠક્કર, નીતિનભાઇ નાયક, યોગેશભાઇ ઠક્કર, કલ્પેશભાઇ ઠક્કર, બાબુલાલભાઇ પ્રજાપતિ, જયેશભાઇ ઠક્કર તરફથી બીમાર ગાયોની દવા માટે રૂા. 70,010નું દાન અપાયું હતું. રૂા. 51-51 હજારનું દાન કેતનભાઇ લાડાણી અને પ્રવીણભાઇ પટેલ પરિવાર કામધેનુ એન્ટરપ્રાઇઝ ગાંધીધામ તરફથી નવા શેડ માટે, નેર બંધડીના હાલે અંજાર નિવાસી મનુભાઇ ચાવડા, ભરતભાઇ એમ. ચાવડા, અશ્વિનભાઇ એમ. ચાવડા (આહીર), એમ. પટેલ લોજિસ્ટિક્સ તરફથી નવા શેડ માટે તેમજ હરેશભાઇ શ્યામદાસ રાયસિંઘાણી, શ્યામ ઇલેક્ટ્રીક ગાંધીધામ પરિવાર દ્વારા સ્વ. પ્રીતિબાઇ જેઠાનંદ રાયસિંઘાણીની સ્મૃતિમાં નવા શેડ માટે ઉપરાંત આદિપુરના ભીખુભાઇ અગ્રવાલ પરિવાર, એમ. આર. લોજિસ્ટિક્સ તરફથી હોસ્પિટલમાં ગૌસેવાર્થે અર્પણ કરાયું હતું.

 રૂા. 25 હજારનું દાન સ્વ. કેશવજીભાઇ ડાયાભાઇ બલદાણિયા પરિવારના જયેશભાઇ તરફથી ઉપરાંત ગાંધીધામના એમ.કે.સી. ઇન્ફ્રાસ્ટ્રકચર લિ. અને પરિવાર તરફથી જ્યારે રૂા. 11-11 હજારનું દાન સ્વ. શાંતાબેન ગોવિંદજી દેવજી ખોડિયાર હ. રસિકલાલ-ખોડિયાર ચેમ્બરવાલા તરફથી અને ગાંધીધામના ઠક્કર નરેન્દ્રભાઇ મોહનલાલ પરિવાર તરફથી ગૌસંરક્ષણ અને સંવર્ધન માટે દાન અપાયું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો