ગાંધીધામ,કચ્છ રાજગોર સમાજ (પૂર્વકચ્છ) પ્રેરિત અને યુવક મંડળ તથા મહિલા મંડળના ઉપક્રમે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ અને બાળકો માટે વિવિધ રમતો અને મેળાવડાનું ગાંધીધામના સારસ્વત પાર્ક ખાતે આયોજન કરાયુ હતું.યુવક મંડળ દ્વારા આયોજીત બોકસ ક્રિકેટ' ટુર્નામેન્ટમાં ટ્રસ્ટી ડો. અરૂણ ગોરે ટોસ ઉછાળીને મેચોનો આરંભ કરાવ્યો હતો. આઠ ટીમો પૈકી ફાઈનલમાં કેપ્ટન' કૈલેશભાઈ' ગોરના નેતૃત્વમાં જય અંબે ટીમ વિજેતા બની હતી. જયારે કેપ્ટન વિકાસ ગોરની આગેવાનીમાં જય મોગલ ટીમ રનર્સઅપ રહી હતી.
મેન ઓફ ધી સીરીઝ કેયુર નાથાણી, બેસ્ટ' બેટસમેન મંગલ માકાણી, ટુર્નામેન્ટના બેસ્ટ બોલર જીનય ગોર રહયા હતા.' મહિલા મંડળ દ્વારા બાળકો માટે વિવિધ રમતો અને હાઉઝીનું આયોજન કરાયુ હતું, જેમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વિજેતાઓ તથા ભાગ લેનારા તમામને દાતાઓના સહકારથી ઈનામો અપાયા હતા.
આ ઉપરાંત જ્ઞાતિજનો માટે હાઉઝી રમત રમાઈ હતી. સમાજના પ્રમુખ શંભુભાઈ વ્યાસ, ટ્રસ્ટી રામચંદ્ર નાકર, હસમુખભાઈ નાકર, હરીશ માકાણી, વિકાસ રાજગોર, સતીષ મોતા વિગેરે ઉપસ્થિત રહયા' હતા.'
'આયોજનમાં' યુવક મંડળના' શરદ મોતા, અરૂણ વ્યાસ, પરેશ મોતા, મેહુલ નાકર, પાર્થ માલાણી, કમલેશ માકાણી, મહિલા મંડળના પ્રમુખ' કલ્પનાબેન મોતા, પ્રીતીબેન ગોર, વૈભવીબેન ગોર, ચાર્મીબેન મોતા, કંજુલ ગોર, પ્રિયંકા મોતા સહિતનાએ સહકાર આપ્યો હતો.'