ગુજરાત , રાજસ્થાન ને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો, આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું.. 

થર્ટી ફર્સ્ટને લઈ બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલી ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.. 

31 ડિસેમ્બરને લઈ બનાસકાંઠા જિલ્લાની પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું છે. જિલ્લામાં આવેલી ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે..

રાજસ્થાન માંથી ગુજરાત માં પ્રવેશી રહેલા તમામ વાહનો નું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે..

આ વાહનોમાં દારૂ સહિત કોઈ પણ પ્રકારની ગુનાહિત ચીજ વસ્તુઓની હેરાફેરી થાય તો તેને ઝડપી પાડવા પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે, તો સાથે સાથ બ્રેથ એનેલાઇઝર ગન અને બોડીવોર્ન કેમેરા દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલક પણ કોઈ પણ નશો કરીને ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.