બાય બાય 2022...અને વેલકમ 2023ના વર્ષની ઉત્તમભાઈ નાઈ દ્રારા અનોખી ઉજવણી.

પહેલી જાન્યુઆરીથી અંગ્રેજી મહીનાનુ નવું વર્ષની શરૂઆત થઈ જશે એટલે કે ઈ.સ 2022 ને આપણે વિદાય આપીને ઈ.સ 2023ની શરુઆત કરવાની છે.તો આ ઈ.સ 2023 ની ઠેર ઠેર લોકો દ્વારા એકબીજાને મળીને તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ અને અભિનંદન આપીને ઉજવણી કરતા હોય છે. પણ બનાસકાંઠાના ભીલડીના ઉત્તમભાઇ નાઇ દ્વારા વાળમાં 2022ને વિદાય આપીને 2023 ના અંકની ડીઝાઇન કરીને એમાં ત્રિરંગાના રંગ પુરીને શુભેચ્છાઓ, અભિનંદન પાઠવ્યા હતા..આ રીતે ઉત્તમભાઇ છેલ્લા બાર તેર વર્ષથી બધાને અભિનંદન શુભેચ્છા પાઠવીને ઈ.સના નવા વર્ષની શરૂઆત કરે છે....