અમરેલી એસ.ટી. વિભાગના વિવિધ ડેપોમાં એપ્રેન્ટીસની ભરતી
અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી
અમરેલી તા.૦૫ ઓગસ્ટ, ૨૦૨૨ (શુક્રવાર) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી વિભાગ હેઠળના વિવિધ ડેપોમાં એપ્રેન્ટીસની ભરતી બહાર પાડવામાં આવી છે. અમરેલી એસ.ટી. વિભાગ હેઠળ આવતા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો માટે આઈ.ટી.આઈ. ઉપરાંત વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓમાં મિકેનીક ટ્રેડમાં ધો.૧૦ પાસ અને આઈ.ટી.આઈ. કરેલા ઉમેદવારો, આઈ.ટી.આઈ. ડીઝલ મિકેનીક, એમ.એમ.વી, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડરો અરજી કરી શકશે. આ ઉપરાંત વહીવટની કામગીરી માટે કોપા ટ્રેડમાં ધો.૧૨ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા.૧૭/૦૮/૨૦૨૨થી તા.૦૩/૦૯/૨૦૨૨ સુધીમાં અમરેલી એસ.ટી. વિભાગીય કચેરી લાઠી રોડથી રુબરુમાં આવી કિંમત રૂ.૦૫નું ફોર્મ સવારે ૧૧.૦૦ કલાકથી સાંજે ૧૬.૦૦ કલાક સુધીમાં મેળવી લેવાનું રહેશે. આ ફોર્મ ભરીને ઉમેદવારોએ તા.૦૫/૦૯/૨૦૨૨ સુધીમાં સાંજે ૧૬.૦૦ કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ અરજીપત્રકો સ્વીકારવામાં નહીં આવે.
આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ પર ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન પ્રોફાઈલમાં ઉમેદવારે શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર (સ્કૂલ લીવીંગ). આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તેમનાં ફોર્મ રદ ગણાશે એમ વિભાગીય નિયામક એસ.ટી. અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી