જસદણના ખડવાવડી ગામે પ્રેમ લગ્ન અંગે નવ લોકોએ હુમલો અને તોડફોજસદણ તાલુકાનાં ભાડલા પોલીસ હેઠળ આવતા ખડવાવડી ગામે રહેતા કરશનભાઇ નથુભાઇ મકવાણા (ઉ.વ. ૭૦) એ તેના ગામના જગદીશ અરજણભાઇ મકવાણા, રજની જગદીશભાઇ મકવાણા, મહેન્દ્ર જગદીશભાઇ મકવાણા, તેજા આલાભાઇ મકવાણા, ધમા તેજાભાઇ મકવાણા, દિલીપ સામતભાઇ મકવાણા, મિલન તેજાભાઇ મકવાણા રે. તમામ ખડવાવડી, મંજુબેન તથા તેના મોટા બહેન રે. કોટડાસાંગાણી વાળા સામે ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના મોટા પુત્રના પુત્ર કૈલાશે આરોપી નં.-૧ જગદીશની પુત્રી કાજલ સાથે કોર્ટ મેરેજ કરેલ હોય તેનું મનદુઃખ રાખી આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી સાથે ફરીયાદીના ઘરમાં ઘુસી જઇ ફરીયાદી તથા ફરીયાદીના પત્ની જવીબેન અને ફરીયાદીના ભાઇ ભુપતભાઇ ઉપર હુમલો કરી ઇજા કરી હતી તેમજ ફરીયાદીના રહેણાંક મકાનમાં સરસામાન તોડી નાંખી ૨૫ હજારનું નુકશાન કર્યું હતું. પાંચ વર્ષ પૂર્વે ફરીયાદીનો પૌત્ર કૈલાશ આરોપી જગદીશભાઇની પુત્રીને ભગાડી ગયો હતો બાદમાં બન્ને મળી આવતા પુત્રીને તેના માતા-પિતાને સોંપી દેવાઇ હતી, જો કે થોડા દિ' પૂર્વે કૈલાશે કાજલ સાથે કોર્ટ મેરેજ કરી લેતા તેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હતો. ફરીયાદીનો પૌત્ર કૈલાશ વ્યારા રહે છે. અને ખડવાવડી ગામે તેના દાદા અને દાદી સહિતના પરિવારજનો ઉપર યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હતો. આ ફરીયાદ અન્વયે ભાડલા પોલીસે ગુન્હો દાખલ કરી ઉકતત મામની ધરપકડ કરી હતી.