DEESA/લાયન્સ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો..

તારીખ ૩૦/૧૨/૨૦૨૨ ના રોજ પાલનપુરમાં આવેલ લાયન્સ હોસ્પિટલ ખાતે વોઇસ ઓફ એસ.એ.પી ના સહયોગથી અને અંધજન મંડળ અમદાવાદ દ્વારા આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી..

ત્યારબાદ દિવ્યાંગ વ્યક્તિઓ ને જરૂરિયાત મુજબ ધંધા રોજગાર તથા સહાયક સાધનો જેવા ટ્રાઈસિકલ ,વ્હીલચેર, બ્યુટી પાર્લર કીટ, શીલાઈ મશીન,સ્માર્ટ ફોન સહિત જરૂર મુજબના અલગ અલગ પ્રકારના દિવ્યાંગોને ૭૦ જેટલા સાધનોનું વિતરણ કરાયું હતું આ સાથે શ્રી પ્રણવ દેસાઈ, ફાઉન્ડર વોઇસ ઓફ એસ એ પી. નંદિનીબેન રાવલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અંધજન મંડળ, શ્રી પ્રકાશભાઈ અગ્રવાલ સેકન્ડ વાઇસ ડીસ્ટ્રીક ગવર્નર, શ્રી દીપકભાઈ શાહ મેનેજિંગ ટ્રસ્ટી લાયન્સ હોસ્પિટલ, વાસુદેવભાઇ મોદી, ડૉ.સુરેન્દ્ર ગુપ્તા, અંધજન મંડળ અમદાવાદ થી બનાસકાંઠા જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર વનરાજસિંહ ચાવડા અને અન્ય લાયન્સ પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા..