અંબાજી.....
શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિર જ્યાં હજારો માઈભક્તો માં અંબાના દર્શને આવતા હોય છે...
ત્યારે શક્તિપીઠ મંદિરમાં ભક્તો સાથે ભેદભાવ થતો દેખાઈ રહ્યો છે....
બંધ મંદિરમાં એક વ્યક્તિ ફોટો પાડી થોડા મહિના અગાઉ facebook પર અપલોડ કરે છે...
કોઈપણ વ્યક્તિ ને મોબાઈલ મંદિરમાં લઈ જવા ઉપર પ્રતિબંધ છે...
બંધ મંદિરમાં ફોટો પાડી અપલોડ કરનાર વ્યક્તિ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર ના ખાસ વ્યક્તિ હોવાનું સામે આવ્યુ....
ટેમ્પલ ઇસ્પેક્ટર ના છોકરા સાથે પણ તેમના સારા સંબંધ છે તેમના પણ facebook ઉપર કેટલાય ફોટા જોવા મળ્યા છે..
જ્યારે એક સામાન્ય વ્યક્તિ મંદિરમાં મોબાઈલ પણ લઈ જઈ શકતો નથી ,
ત્યારે બંધ મંદિરમાં ફોટા પાડી અપલોડ કરવાથી માતાજી ના ભક્તો ની લાગણી દુભાઈ...
અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતત કેટલાય વર્ષથી અંબાજી મંદિર માં કાર્યરત છે તેમ છતાં તેમની બદલી થતી નથી....