અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ તા .૩૦ / ૧૨ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી , પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૨૦૧૮૨૨૦૩૦૫ / ૨૦૨૨ પશુ સરક્ષણ અધિનિયમ ૧૯૫૪ ના સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૬ ( એ ) ( ૪ ) , ૮ ( ૨ ) , ૧૦ તથા પશુ પ્રત્યે ધાતકીપણાની કલમ ૧૧ ( ડી ) ( ઇ ) ( એફ ) ( એચ ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૯૨ ( એ ) મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય , મજકુર આરોપીને ગઇ કાલ તા .૨૯ / ૧૨ / ૨૦૨૨ ના રોજ અમરેલી , રાજકમલ ચોકથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપી , ધંધુકા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ કિશોર બહાદુરભાઇ વાઘેલા , ઉ.વ .૩૦ , રહે.સનાળી , પ્લોટ વિસ્તાર , તા.વડીયા , જિ.અમરેલી . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, તથા હેડ કોન્સ . અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી , રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે .