પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સાહેબશ્રી, ખંભાળીયા વિભાગનાઓની સૂચના તથા માગર્દર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં પેન્ડીંગ રહેલ મુદ્દામાલ નાશ કરવા જણાવવામાં આવેલ હોય જે અન્વયે સલાયા મરીન પોલીસ સ્ટેશન તથા વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રોહિબીશનના ગુન્હાઓમાં પકડાયેલ ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર ખંભાળીયા કોર્ટમાંથી પરવાનગી માંગતા નામદાર ખંભાળીયા કોર્ટ દ્વારા મુદ્દામાલ નાશ કરવા બાબતેનો હુકમ કરતા આજરોજ તા.૩૦/૧૨/૨૦૨૨ના રોજ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સાહેબશ્રી, ખંભાળીયા વિભાગ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી, ખંભાળીયા તથા નશાબંધી અને આબકારી અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાનાઓની હાજરીમાં સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અક્ષય પટેલ તથા પોલીસ સ્ટાફ તેમજ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સલાયા મરીન પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના કુલ ૦૬ ગુન્હાનો ઇંગ્લીશ દારૂ બોટલ નંગ – ૧૫૦૬, કિ.રૂ.૬,૨૯,૩૦૦/- તથા વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના કુલ ૦૮ ગુન્હાનો ઇંગ્લીશ દારૂ બોટલ નંગ – ૨૩૨, કિ.રૂ.૧,૦૨,૪૫૦/- મળી કુલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૭૩૭૮, કિ.રૂ.૩,૩૧,૭૫૦/-ના મુદામાલનો સલાયા ખાતે નાશ કરવામાં આવેલ છે.