પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, રાજકોટ વિભાગ,રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ફાર્દિક પ્રજાપતિ સાહેબ શ્રી ખંભાળીયા વિભાગ નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં પેન્ડીંગ રહેલ મુદ્દામાલ નાશ કરવા જણાવવામાં આવેલ હોય જે અન્વયે ભાણવડ પોલીસ સ્ટેશનના અલગ-અલગ પ્રોહીબિશનના ગુન્હાઓમાં પકડાયેલ ઇંગ્લીશ દારૂનાં જથ્થાનો નાશ કરવા માટે નામદાર ભાણવડ કોર્ટ માંથી પરવાનગી માંગતા નામદાર ભાણવડ કોર્ટ દ્વારા મુદ્દામાલ નાશ કરવા બાબતેનો હુકમ કરતા આજરોજ તા.૩૦/૧૨/૨૦૨૨ નાં રોજ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સાહેબ શ્રી, ખંભાળીયા વિભાગ તથા સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી ખંભળીયા તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી દેવભૂમિ દ્વારકા નાઓની હાજરીમાં ભાણવડ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી. વાંદા સારંબ શ્રી તથા પોલીસ સ્ટાફ દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનનાં કુલ-૧૧ ગુન્હાનો ઇંગ્લીશ દારુ બોટલ નંગ -૩૨૮ તથા બિયર ટીન નંગ -૦૪ મળી કુલ કિંમત રૂપિયા -૧,૩૧,૬૦૦ નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે