ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ કડીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તેમજ સહમંત્રીની વર્ણી કરવામાં આવી હતી. 2010ની સાલની અંદર ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળની કડીની અંદર સ્થાપના કરવામાં આવી હતી. તેમજ મંડળ દ્વારા સમાજને લઈને અનેક અવનવા કાર્યક્રમો તેમજ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવતા હતા. ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળના પ્રમુખ તેમજ મંત્રીની દર ત્રણ વર્ષે વરણી કરવામાં આવે છે. ત્યારે નવા વર્ષે મંડળના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ તેમજ સહમંત્રી અને કારોબારીની રચના કરવામાં આવી હતી.
ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ કડીના પ્રમુખ તરીકે બળદેવભાઈ પૂનમચંદભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ દર્શનભાઈ મુકેશભાઈ પ્રજાપતિ, મંત્રી દીપકભાઈ મણીભાઈ પ્રજાપતિ, સહમંત્રી પ્રહલાદભાઈ કનુભાઈ પ્રજાપતિની સર્વ સંમતિથી વર્ણી કરવામાં આવી છે. પ્રજાપતિ યુવક મંડળ કડીની મિટિંગ મળી હતી. જેમાં સમાજના આગેવાનો યુવકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંડળના પ્રમુખ અને મંત્રીની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી. મંડળ દ્વારા 2023ની સાલમાં ચોપડા વિતરણ તેમજ સમૂહલગ્ન, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સમાજના કડી શહેરની અંદર 250થી પણ વધારે ઘરો આવેલા છે. જેમાં મંડળના પ્રમુખ અને મંત્રીની વર્ણી કરાતા સમાજના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી હતી.