જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતું હોવાની લોકમુખે ચર્ચા

રાજ્ય સરકાર દ્વારા વલ્લભીપુર શહેર અને ગ્રામ્યમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને સસ્તા અનાજની દુકાન પરથી પુરવઠાનો માલ મળી રહે તે માટે સરકાર દ્વારા અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે.પરંતુ કેટલાક ગ્રાહકો દ્વારા અનાજ માફિયાઓ સાથે મળી અનાજનો કાળો કારોબાર કરતા હોય છે.જેમાં અનેક વખત જિલ્લામાંથી અનાજ કૌભાંડ બહાર આવે છે , પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી ના કરતા આવા અનાજ માફિયાઓને ખુલો દોર મળી રહ્યો છે , 

વલ્લભીપુર શહેરમાં રાશન માફીયાઓ ખુલ્લેઆમ ટેમ્પો રીક્ષા મારફતે ગલીએ ગલીએ સાદ પાડી રાશનના ઘઉ અને ચોખ્ખા નજીવી કિંમતે ખરીદી કરીને અનાજ માફીયાઓને ઉચા ભાવે બેફામ રીતે સરાજાહેર ભાવનગર,બોટાદ જિલ્લામાં જથ્થો પહોચાડે છે આવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. પરંતુ જવાબદાર તંત્ર આની ઊંડાણ પૂર્વક તપાસ કરે તો ખુબજ મોટા પાયે ચાલતું આ કોભાંડ બહાર આવી શકે તેમ છે , જ્યારે આની અંદર ક્યાંક ને ક્યાંક તંત્ર ના જવાબદાર અઘિકારીઓની પણ સંડોવણી હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે , તંત્ર દ્વારા આળસ મરડીને શું ચોક્કસ કાઈ કાયદેસરની કાર્યવાહી થશે ?? કે કેમ તે જોવું રહ્યું