શાળામાં સમયસર ના આવતા શિક્ષકોએ આપ્યા રમુજી જવાબો. એક ઢોલકીબાજ શિક્ષકે જણાવ્યું ઢોલક લેવા ગયો હતો તો બીજા એ પોતાના બાળકો ના અભ્યાસ અર્થે ગયા નો જવાબ આપ્યો અને મુખ્ય શિક્ષકે ઠંડીનું કાઢ્યું બહાનું. વિરપુર તાલુકાના પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ફરજ ઉપર આવવામાં લેટ લતીફ હોવાનો અને બાળકો ના ભણતર ને લઇ પોતાની ફરજ મા બેકાળજી હોવાની બૂમરાણ મચી છે. ત્યારે વિરપુર તાલુકાની માનાવત પ્રાથમિક શાળામાં આવોજ કિસ્સો ઉજાગર થતો જોવા મળ્યો હતો જ્યારે ગ્રામજનો પત્રકારને સાથે લઇ શાળાના નિયત સમયે મુલાકાત લેતા શિક્ષકો સમયસર ન આવતા હોવાનું બહાર આવ્યું છે,ઉપરાંત શાળાના શિક્ષકોએ શાળાના સમયે ઢોલક લેવા ગયા હોવાનું ત્યારે બીજાએ પોતાના બાળકોના અભ્યાસ અર્થેની જવાબદારી નિભાવવામા લેટ પડ્યા હોવાનું અને પોતે આચાર્ય પણ ઠંડીને લઇ ચાલી જાય તેવા ઉડાવ જવાબો આપ્યા હતા શાળાના ગુલ્લીબાઝ શિક્ષકોને લઈને બાળકો શિક્ષકોની રાહ જોતા રહ્યા પણ શિક્ષકો શાળાએ સમયસર ન આવવાથી અભ્યાસ નું કાર્ય ખૂબ મોડું ચાલુ થાય છે જેને લઈને બાળકો ના અભ્યાસ પર અસર પડે છે શાળાના મુખ્ય શિક્ષકજ જો અનિયમિત આવતા હોય તો શિક્ષકોને પણ મન ફાવે તેમ શાળાએ આવતા હોય તે સ્વાભાવિક છે ગ્રામજનો દ્વારા મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષકો ની મિલી ભગત હોય તેમ જોવા મળ્યું હતું. તાલુકાની ગામડાઓની અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં મોનિટરિંગ પૂરતું થતું નથી , જેને લઈ બાળકોને ભણવું છે પણ શિક્ષકોની અનિયમતતા ને લઇ બાળકોનું ભાવિ અંધકારમય બનતું દેખાઈ રહ્યું છે .જેબાબતે કોઈ ધ્યાન આપતું નથી.માનાવત પ્રાથમિક શાળામાં 6 શિક્ષકનો સ્ટાફ છે જેમાંથી માત્ર એક શિક્ષિકા હાજર હતા. સ્થાનિકોના મતે શિક્ષણ અધિકારી દ્વારા આવા શિક્ષકો પર કાયદેસરની કાર્યવાહી કરી આવા ગુલ્લીબાજ શિક્ષકોને પાઠ ભણાવો જોઈએ અને બાળકોના ભાવિની ચિંતા કરી પ્રાથમિક શિક્ષકો પોતાની ફરજ પર સમયસર શાળાએ પહોંચે અને બાળકોના ભણતર ને પ્રાધાન્ય આપી પોતાની નૈતિક જવાબદારી નિભાવે તે સુનિશ્ચિત કરવું જોઈએ.