ધાનેરા અખિલ ભારતીય ચંડીસા રાવ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મલાણા ટીમ બની ચેમ્પિયન.ધાનેરા ખાતે અખિલ ભારતીય ચંડીસા રાવ બારોટ સમાજ દ્વારા 8મી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આ વર્ષે ૨૪ થી ૨૯ તારીખ સુધી ધાનેરામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી 24 ટીમોએ ભાગ લીધો હતો.ગુરુવારે પાલનપુરના મલાણા ગામની ટીમ તેમજ રાજસ્થાનના જસવંતાબાદની ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી.જેમાં પાલનપુર તાલુકાના મલાણા ગામની ટીમ ફાઇનલમાં વિજેતા બનતા તેને ચેમ્પિયનની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.જેમા સમગ્ર કાર્યક્રમના સંયોજક અને પત્રકાર વિષ્ણુભાઈ બારોટનું રાવ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિહ રાવ, નારણસિંહ વાઘેલા (રોયલ સ્કુલના એમ.ડી.), રૂડાભાઇ રબારી (ન.પા. ચીફ ઓફિસર), એડવોકેટ બી.સી.બારોટ, નગરપાલિકાના ટેક્ષ ઇન્સ્પેક્ટર અને અખિલ ભારતીય ચંડિસા રાવ બારોટ સમાજના પ્રમુખ કિશોરજી બારોટ, નગરપાલિકાના કર્મચારી રામભાઈ સોલંકી, ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ રાવ (નિમ્બલા,રાજ.), મહામંત્રી કૈલાશજી રાવ (ફાલના રાજ.), અર્જુનસિંહ રાવ (સિવેરા રાજ.), રાજુસિંહ રાવ (બાડમેર, રાજ.), સંરક્ષક ઓમપ્રકાશજી રાવ (મેડતા, રાજ.), સંરક્ષક વિક્રમસિંહ રાવ (નાના), સંયોજક વિષ્ણુજી રાવ (ધાનેરા) જોઈતાભાઈ રાવ,કરશનજી રાવ.તેમજ પત્રકાર મિત્રો અને ખુબજ બહોળી સંખ્યામાં શુભેચ્છકો, આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं