પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પરસુંદ ગામની પ્રાથમિક શાળા ના સ્થાપના દિવસ ને 66 વર્ષ પૂર્ણ થતા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.પરસુંદ પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસ ને 66 વર્ષ પૂર્ણ થતા શાળાના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રાધનપુર પ્રાંત સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર , પાટણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ , સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ , સાંતલપુર તાલુકાના બીઆરસી , સાતલપુર તાલુકાના બંને શિક્ષક સંઘના પ્રતિનિધિઓ, પાટણ જિલ્લા મંડળીના સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્ય, સાંતલપુર તાલુકાના શિક્ષક મંડળીના સભ્યો, સી.આર.સી સીધાડા, સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્ય , શિક્ષક મિત્રો, શાળાના ભૂતપૂર્વ શિક્ષકો તથા આસપાસના ગામના સરપંચો આગેવાનો અને શાળામાં ભણેલા અને સરકારી નોકરી મા ફરજ બજાવતા પૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ સાથે ઓનર વન સેન્ટર મોલ, પ્રિન્સિપાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર ,આઈ. ઓ. સી. એલ. સ્ટેશન ઇન્ચાર્જ રાધનપુર એ સવિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.શાળાને આઇ.ઓ.સી.એલ કંપની તરફથી અશ્વિન દાફડા સાહેબે જાહેર કરેલ અંદાજે 9 થી 10 લાખની કિંમત ના પાણીના બે વોટર કુલર ,આરો પ્લાન્ટ અને સાથે એક રૂમનું બાંધકામ, ઓનર વન સેન્ટર જયેશભાઈ રાજદે તરફથી આખી શાળાને સીસીટીવી કેમેરા થી સજ્જ કરવાનું જેટલો ખર્ચ થાય તે, તથા પરસુંદ ગામના મફાભાઈ પુંજાભાઈ SSB જવાને પ્રયોગશાળા તિજોરી અંદાજિત કિંમત 21000 રૂપિયાનું દાન તથા જીવણભાઈ આહીર(કમલ હોટલ વાળા) પૂર્વ તાલુકા પ્રમુખ સાંતલપુર - હાલના પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરફથી શાળાને 11000 રૂપિયાનું દાન મળ્યું તેમજ આ શાળાના પૂર્વ શિક્ષક મિત્રો તરફથી 11 હજાર રૂપિયાનું દાન તથા ગામ લોકો તરફથી મળેલ રોકડ દાન અંદાજે કુલ રોકડ દાન 50 હજાર રૂપિયા સુધીનું શાળાને આ નિમિત્તે દાન મળવા પામ્યું હતું.
શાળામાં કેક કટીંગ કરી બાળકો દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. અને શાળામાં યોગદાન આપનાર તમામ દાતાઓનું તથા શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનું અને સરકારી નોકરી કરતા શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને દાતા નાથાભાઈ રબારી તરફથી તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું. આ સાથે શાળાના જન્મદિવસની શાળા પરિવારના તમામ સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી આ દિવસને યાદગાર બનાવી દીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પરસુંદ પ્રાથમિક શાળા પરિવાર તથા એસ.એમ.સી પરસુંદ દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પરસુંદ શાળા પરિવાર સાથે એસએમસીના સભ્યો અને સહયોગી ગ્રામજનોએ પણ જહેમત ઉઠાવેલ હતી.તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ ચતુર દાન ગઢવી દ્વારા કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર