પાટણ જિલ્લાના રાધનપુર શહેર માં રાધનપુર ની કૉંગ્રેસ પાર્ટી ની બોડી દ્વારા આજરોજ 2.75 કરોડ ના ખર્ચે શહેર ના વિવિધ વિસ્તારોમાં RCC રોડ, પાણી ની પાઈપ લાઈન જેવાં વિકાસલક્ષી કામો નુ રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ડામરકા જેવાં જે 50 વર્ષ થી રોડ નથી બન્યો તે કામ ઉપરાંત રાજગઢી થી જીઇબી સુધી મેઈન રોડ, ભક્તિ નગર માસાલી રોડ પર ની સોસાયટી, ભીલોટી દરવાજા મેઈન રોડ જેવાં અનેક કામો નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે નગર પાલિકા ના પ્રમૂખ મહેશ અદા, કાનજીભાઈ પરમાર, સુભાષભાઈ મકવાણા, ગણેશ ઠાકોર, ભુરાભાઈ ઠાકોર, શહેર પ્રમુખ વિષ્ણુભાઈ ઝૂલા, તાલુકા પ્રમુખ હમીરજી ઠાકોર, તેમજ વિવિધ કૉંગ્રેસ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો, કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો સહીત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રાધનપુર ખાતે અલગ અલગ 33 રોડ અને અન્ય કામોનું અલગ અલગ જગ્યાએ રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ ચાલુ ધારાસભ્ય ઉપર લગાવ્યા આક્ષેપ,નગરપાલિકાના કામોમાં વગર આમંત્રણે આવી ખાતમુર્હુત કરવા માટે નગરપાલિકાના ઉપપ્રમુખ પાસે ત્રિકમ ઝુંટવી લેવો એ યોગ્ય નથી તેવા આક્ષેપો રઘુભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર :- અનિલ રામાનુજ રાધનપુર