ગુજરાત : એક મધ્યમ વર્ગના માતા-પિતા સહુથી વધારે ચિંતિત ત્યારે હોય છે જ્યારે તેમની દીકરીની પરણાવવાની ઉંમર થાય છે. ચિંતિત હોવાનું કારણ લગ્ન માટે યોગ્ય મુરતિયો અને વિશેષ લગ્નનો ખર્ચો પરંતુ કહેવાય છે ને કે દરેક મુશ્કેલીઓ કાયમિક નથી હોતી કોઈને કોઈ માર્ગ નીકળે છે. તેમ દરેક સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.          

"ગીતાજી ઍજુકેશન ઍન્ડ ચેરિટિબલ ટ્રસ્ટ" ના પ્રમુખ ગુજરાતના પોરબંદરમાં રહેતા બાબુભાઇ પાટણેશા અને રાણાવાવના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા વાલ્મિકી સમાજની દીકરીઓ માટે તા. ૧૨/૦૩/૨૦૨૩ને રવિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ૧૧ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે.

પાટણેશા પરિવાર દર વર્ષે જ્ઞાતિજનો સાથે મળીને ઉમદા અને સરસ કાર્ય કરે છે. તેમનો હેતુ સમાજની દીકરીઓ જેના માતા-પિતા લગ્નનો ખર્ચ કરી શકવા સક્ષમ નથી તેમને આ સમૂહ લગ્નનો લાભ મળે અને માતા-પિતા ચિંતામુક્ત થઈ દીકરીને સાસરે વળાવે. (પ્રસ્તુત.ચમનલાલ ખીમજી બારિયા)