સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે વર્કશોપ યોજાયો
-------------
ગીર સોમનાથ.તા.૨૩: ભારત સરકાર દ્વારા તા.૨૫ ડિસેમ્બરના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં નકકી કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન 'સુશાસન સપ્તાહ પ્રશાસન ગાઉ કી ઔર-૨૦૨૨” થીમ અન્વયે ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર" અભિયાન ગુડ ગવર્નન્સ પ્રેકટીસ અંતર્ગત વર્કશોપ યોજાયો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું અને ગુડ ગવર્નન્સ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તેમજ આ વર્કશોપમાં તંત્રની વિશેષ સિદ્ધિ તથા જાહેર હિત માટેની નવતર પહેલની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી સૂશાસન અંતર્ગત શિક્ષણ, આઈ સી ડી એસ, આરોગ્ય, વાસ્મો અને મહેસુલ વિભાગ તરફથી લીધેલ પગલાં અંગેની માહિતી આપવામા આવી હતી. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટીયા અને આભારવિધિ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડીયા, સીડીએચઓ સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦