દાહોદ તરફથી જીજે-૨૩ એમ-૦૮૩૦ નંબરની સ્વીફટ ડીઝાયર ગાડીંમાં વિદેશી દારૂ-બીયર ભરી ગોધરા તરફ લઈ જનાર હોવાની પોતાને મળેલ બાતમીના આધારે પીપલોદ પોલિસે ભથવાડા ટોલનાકા પાસે ગતરોડ સાંજના પોણા છ વાગ્યાના સુમારે જરૂરી વોચ ગોઠવી હતી અને ત્યાથી પસાર થતાં નાના-મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહી હતી
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
(રચનાત્મક ચિત્ર)
તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી સ્વીફટ ડીઝાયર ગાડી નજીક આવતાં જ સાબદી બનેલ પીપલોદ પોલિસે તે સ્વીફટ ડીઝાયર ગાડી રોડી ગાડીની તલાસી લઈ ગાડીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની પ્લાસ્ટીકની તેમજ કાચની બોટલો તેમજ બીયર ટીન મળી કુલ રૂા. ૭૪,૧૪૮ ની કુલ કિંમતની કુલ નંગ-૧૬૮ પકડી પાડી ગાડીના ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સેજાવાડા ગામના કરણભાઈ બાબુભાઈ ગણાવાની અટક કરી તેની પાસેથી રૂા. ૧૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી સદર હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૧,૫૦,૦૦૦ની કિંમતની સ્વીફટ ડીઝાયર ગાડી મળી રૂા. ૨,૨૫,૧૪૮ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલ ચાલક તથા માલભરી આપનાર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના કબ્રીસેલ ગામના કૈલાશભાઈ સરદારભાઈ ડુડવે વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.