દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકામાં આવેલ પીપળી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં એક શિક્ષક દ્વારા શાળામાં પોતાની ફરજ દરમ્યાન બેદરકારી દાખવી કસોટીઓના ઉત્તરવાહી ચકાસણી દરમ્યાન અનિયમિતતા આચરવામાં આવતાં આ મામલો દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી સુધી પહોંચતાં દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી ફરજ પરથી મોકુફ કરવાનો હુકમ કરતાં દાહોદ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
લીમખેડા તાલુકામાં આવેલ પીપળી પ્રા.શાળામાં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાભોર અમરસીંહ મંગાભાઈ દ્વારા પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી ધોરણ ૬ થી ૮માં પ્રથમ સત્રાંત કસોટીઓના ઉત્તરવહી ચકાસણી દરમ્યાન અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. આ મામલો દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીની ઓફીસે પહોંચતા દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા ઉપરોક્ત શિક્ષકને ફરજ મોકુફીનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલામાં ઉપરોક્ત શિક્ષક વિરૂધ્ધ અનુસાંગિક કાર્યવાહી પુર્ણ ન થાય, અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ફરજ મોકુફી સુધી ઉતારવામા આવ્યા છે ફરજ મોકુફી દરમ્યાન ભાભોર અમરસીંહ મંગાભાઈનુ મુખ્ય મથક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તાલુકા પંચાયત ગરબાડા દર્શાવવામાં આવ્યુ છે વધુમાં જાણવા મળ્યા અનુસાર તેઓએ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દાહોદની પુર્વ મંજુરી વગર મુખ્ય મથક છોડી શકશે નહિ તેમજ ફરજ મોકુફી દરમ્યાન અન્ય કોઈ સરકારી કે ખાનગી નોકરી કે વ્યવસાય કરી શક શે નહી અને તેમનો પગાર કે મહેંતાણુ મેળવી શ કશે નહી. ત્યારે આ શિક્ષકને સરકારના નિયમો મુજબ નિર્વાહભથ્થુ મળવા પાત્ર રહેશે તેમ દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીના હુકમ પ્રમાણે જાણવા મળે છે ત્યારે ઉપરોક્ત શિક્ષકને ફરજ મોકુફ કરાતા દાહોદ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.