દાંતા નજીક આવેલા રતનપુર ચોકડી નજીક ટ્રક રસ્તા વચ્ચે ખાડામાં ફસાયું હતું. દાંતા નજીક આવેલા રતનપુર ચોકડી નજીક માર્ગ વચ્ચે એકાએક પશુ આહારથી ભરેલું ટ્રક જતી વખતે રસ્તા વચ્ચે ખાડામાં ફસાયું હતું. ખાડામાં ફસાયેલા ટ્રકના લીધે એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. ત્યારે દાંતા નજીક આવેલા રતનપુર ચોકડી નજીક બનેલી આ ઘટનાને લઇ કરોડોના ખર્ચે બનેલા માર્ગ પર ભ્રષ્ટાચાર હોવાનું પણ આક્ષેપો લાગી રહ્યા છે.

 આ અંગેની વિગત એવી છે કે, દાંતા નજીક આવેલા રતનપુર ચોકડી નજીક પશુ આહારથી ભરેલા ટ્રક રસ્તા વચ્ચે ખાડામાં ફસાઇ જતાં ટ્રકમાં ભરેલા પશુ આહારને બહાર કાઢી ટ્રકને ખાડામાંથી બહાર કાઢવાની પ્રક્રીયા હાથ ધરાઇ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. દાંતા નજીક રતનપુર ચોકડી નજીક બનેલી આ ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. ત્યારે પશુ આહારથી ભરેલા ટ્રક માર્ગ વચ્ચે ખાડામાં ફસાઇ જતાં મોટી દુર્ઘટના ટળી હતી.