ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો લાગુ કર્યા છે. 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं