તારાપુર શહેરની પાળજા ખડકી યુવક મંડળ દ્વારા ટટ્ટારમલ મહાદેવના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી 

તારાપુર શહેરની પાળજા ખડકીમાં આવેલ પૌરાણિક ટટ્ટારમલ મહાદેવના નવનિર્મિત મહાદેવ મંદિરનો તા.23 ડિસેમ્બરના રોજ થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

નવનિર્મિત ટટ્ટારમલ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગે ત્રણ દિવસ સુધી પાળજા ખડકીના ભાઇ બહેનો પુજા પાઠમા બેઠા હતા ભવ્ય ઉજવણી પ્રસંગે આયોજકો દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા ફેરવવામાં આવી હતી તારાપુર શહેરની પાળજા ખડકીના તમામ ભાઇ બહેનો અને શહેરની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં

નવનિર્મિત મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલ, તારાપુર દાનવીર ભામાશા શૈલેષભાઇ પટેલ યુ.એસ.એ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ વાધેલા, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ ભરવાડ, તારાપુર કેળવણી મંડળ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ગામની દરેક સંસ્થાઓના પ્રમુખોએ ધાર્મિક કાર્યમાં હાજરી આપી ટટ્ટારમલ મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

નવનિર્મિત ટ્ટારમલ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પાળજા ખડકીના આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું