ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન તથા શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી,તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે વડીયા તાલુકાના સાણથલી (ભુભલી) ગામે પાદરમાં આવેલ ધનશ્યામભાઇ વિક્રમભાઇ વાળાના રહેણાંક મકાનના રાજભાઇ દેવકુભાઇ વાળા રહે.સાણથલી વાળા જુગારનો અડ્ડો ચલાવી,પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી,ગંજીપત્તાના પાના વડે તીન-પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે,તેવી ચોક્કસ બાતમી આધારે ગઇ કાલ તા.૦૩/૦૮/૨૦૨૨ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.પી.બી.લક્કડ નાઓએ એલ.સી.બી.ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જુગાર ધામ પકડી પાડી,કુલ ૧૪ ઇસમોને રોકડ રકમ, વાહનો,મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ,તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ (૧) રાજભાઇ દેવકુભાઇ વાળા,ઉ.વ.૩૬, રહે.સાણથલી,તા.વડીયા,જિ.અમરેલી, (૨) અતુલભાઇ ગોગનભાઇ પરમાર,ઉ.વ .૩૫,રહે.સાણથલી,તા.વડીયા, જિ.અમરેલી,(૩) કમલેશભાઇ કેશુભાઇ સાટોડીયા,ઉ.વ.૪૦,રહે ગોંડલ, મહાદેવવાડી,તા.ગોંડલ,જિ.રાજકોટ, (૪) કરણભાઇ હાજાભાઇ પરમાર,ઉં.વ.૨૭, રહે.જુનાગઢ,મધુરમ,વ્રજ વાટીકા, જિ.જુનાગઢ,(૫) હમીરભાઇ માણંદભાઇ મુળીયાસીયા,ઉ.વ.૩૯,રહે.ધંધુસર, તા.વંથલી,જિ.જુનાગઢ, (૬) અશોકભાઇ પુનાભાઇ વઘાસીયા,ઉ.વ.૪૩, રહે.સાણથલી,તા.વડીયા,જિ.અમરેલી, (૭) અશ્વીનભાઇ વિઠ્ઠલભાઇ વઘાસીયા, ઉ.વ.૩૫,રહે.સાણથલી,તા.વડીયા, જિ.અમરેલી,(૮)અશોકભાઇ ભીખાભાઇ પટોળીયા,ઉ.વ,૪૦,રહે.સુખપુર, તા.ભેસાણ,જિ.જુનાગઢ,(૯) ગોપાલભાઇ ભરતભાઇ પાનસુરીયા ઉ.વ .૩૪,રહે.ગોંડલ,ભોજરાજપરા, જિ.રાજકોટ,(૧૦) પરેશભાઇ ચંદુભાઇ આંબલીયા,ઉ.વ.૪૪,રહે.ગોંડલ, ભોજરાજપરા,જિ.રાજકોટ,(૧૧) ભાવેશભાઇ ભીખુભાઇ ભેસાણીયા,ઉ.વ .૩૨,રહે.સાણથલી,તા.વડીયા, જિ.અમરેલી,(૧૨) વિનોદભાઇ વિક્રમભાઇ વરૂ,ઉં.વ.૪૦,રહે.જુનાગઢ, વાડલા ફાટક,મધુવન સોસાયટી, જિ.જુનાગઢ,(૧૩) સંદીપભાઇ હસમુખભાઇ મહેતા,ઉ.વ.૩૨,રહે. રાજકોટ,ગાંધીગ્રામ મેઇન રોડ,શેરી નં-૦૯ જિ.રાજકોટ,(૧૪) જગદીશભાઇ વસંતભાઇ બગડાઇ.ઉ.વ.૩૯,રહે. રાજકોટ,ગોપાલ નગર, જિ.રાજકોટ, પકડાયેલ મુદ્દામાલ રોકડા રૂ.૩,૭૭,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૭ કિ.રૂ. ૯૬,૫૦૦/-તથા ફોરવ્હીલ કાર-ર કિં.રૂ .૯,૦૦,૦૦૦/-તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/-મળી કુલ કિં.રૂ .૧૩,૭૩,૯૦૦/-નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી પી . બી . લક્કડ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે. રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા.અમરેલી