જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડીસા સાંઈબાબા સર્કલ પાસે મોંધવારીને લઈને ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરાયો પોલીસ દ્વારા કરાઈ અટકાયત!!!

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સમગ્ર ગુજરાતમાં મોંધવારીએ માઝા મૂકી છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખાધ પદાર્થો ની ચીજવસ્તુઓ પર જીએસટી લગાવી દેવામાં આવી છે જેને લઈને ગરીબ અને મધ્યમવર્ગના લોકોની કમર તુટી ગઈ છે ગેસના બાટલા 1000 પર પહોંચી ગયો છે સરકાર દ્વારા દુધ દહી છાછ અનાજ કઠોળ પર જીએસટી લગાવી દેવાતાં વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે ભારે આકોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ડીસા સાંઈબાબા સર્કલ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંધવારીનાં મુદે ધરણાં યોજી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનની ડીસા વહીવટીતંત્ર દ્વારા મંજુરી ન અપાતાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ધરણાં પર બેઠેલા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો હોદેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ વિવિધ નારાઓ લગાવી કોંગ્રેસ ડીસા પ્રભારી અંકીતાબેન ઠાકોર દ્વારા ડીસાના ધારાસભ્ય સામે ભારે આકોશ વ્યક્ત કરાયો હતો અને વિરોધ પ્રદર્શનની મંજુરી ન આપવા ધારાસભ્ય દ્વારા વહીવટીતંત્ર ને દબાણ કરાયું હોવાના આક્ષેપો લગાવ્યા હતા જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતાં થોડા સમય માટે સાંઈબાબા સર્કલ પાસે ટ્રાફીક જામના દ્શ્યો સર્જાયાં હતાં જ્યારે અટકાયત કરાયેલા તમામ કોંગ્રેસના આગેવાનો હોદેદારો કાર્યકર્તાઓ ને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતાં બાદમાં તમામનો છુટકારો થયો હતો .