બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની શાળામાં એક પછી એક વિવાદ બહાર આવતા જાય છે . શિક્ષકોની કરતૂતોને લીધે અભ્યાસ અસર પડી રહી છે.થોડા દિવસ અગાઉ જોધસર પ્રા . શાળામાં દારૂ પીને આવતાં બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા . જે બાદ દાંતા તાલુકાના ધામણવા ગામની શાળામાં સોમવારે બે શિક્ષકો ન આવતાં બાળકોએ જાતે અભ્યાસ શરૂ કરી દીધો હતો . આ દરમિયાન એક જાગૃત નાગરીકે વીડિયો ઉતારતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ તંત્ર દોડતું થયું છે . અને ગુલ્લીબાજ શિક્ષકો સામે તપાસ હાથ ધરવામાં આવી છે.ધોરણ 1 થી 5 માં 12 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે શિક્ષકો છે . અને એ પણ ગુલ્લીબાજ ...દાતા ધામણવા ગામની શાળામાં શિક્ષકો ચાલુ ફરજે ગુલ્લી મારતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે . ગામના જાગૃત નાગરિક કરણભાઇ સોમવારે સ્કુલમાં ગયા હતા . જ્યાં 55 સેકન્ડનો વિડિયો ઉતાર્યો હતો . જેમાં બાળકો જણાવી રહ્યા છે કે , આજે શિક્ષક આવ્યા નથી.અમે જાતે જ અભ્યાસ કરી રહ્યા છીએ . આ વીડિયો વાયરલ થયા પછી શિક્ષણ વિભાગ દ્વારા ગુલ્લીબાજ શિક્ષકો સામે પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે . વાયરલ થયેલા વીડિયોનો સંવાદ જાગૃત નાગરિક : આજે સાહેબ આવ્યા છે કે નહી બાળકો : નહી આવ્યા જાગૃત નાગરિક : હાલ કેટલા વાગ્યા છે બાળકો : દોઢ વાગ્યો છે . જાગૃત નાગરિક : આજે કઇ તારીખ છે બાળકો : 26 જાગૃત નાગરિક : તમને કોણ ભણાવે છે બાળકો : કોઇ નહી જાગૃત નાગરિક : તો શું કરો છો બાળકો : જાતે જ ભણીએ છીએ . જાગૃત નાગરિક : સારૂ ભણો તારે મધ્યાહન ભોજન બાદ પ્રાથમિક શાળા બંધ હતી : કો.ઓર્ડિનેટર