ભાભર પોલીસે બનાસકાંઠા, પાટણ જિલ્લા માંથી 7 મોટર સાયકલ ચોરનાર ઈસમની અટકાયત કરી..
ભાભર પોલીસે એક ઇસમને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ભાભર પોલીસે ઇસમની પૂછ પરછ કરી હતી, જેમાં ઈસમે બનાસકાંઠા, પાટણ જિલ્લામાંથી સાત મોટર સાયકલ ચોરી કર્યા હતા, જેથી પોલીસે ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..
સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર. મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા એમ.બી.વ્યાસ, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક બનાસકાંઠા ના જિલ્લાનાઓએ મિલકત સંબંધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા કરેલી સૂચના અંતર્ગત, એસ. એમ. વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગનાઓ તથા આર.બી.ગોહિલ, સર્કલ પો.ઇન્સ. શિહોરીના ઓના માર્ગદર્શન હેઠળ, એન.વી. રહેવર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભાભર પોલીસ સ્ટેશનના ઓના તથા પોલીસ સ્ટાફના માણસોએ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર મા વાહન ચેકિંગમા હતા..
તે દરમિયાન એક મોટર સાયકલ ચાલક જયંતીજી ઠાકોર, બલોધણ તા. ભાભરવાળા ને એક મોટરસાયકલ સાથે પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી..
જેમાં જયંતીજી ઠાકોરે બનાસકાંઠા, પાટણ માંથી ચોરી કરેલી 7 મોટર સાયકલનો ભેદ ભાભર પોલીસે ઉકેલ્યો છે, પોલીસ જયંતીજી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..