ડીસા માં પ્રતિબંધિત ચાઇના દોરી સાથે બે શખ્સો ઝડપાયા, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી..

( બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા )

ડીસા માં પ્રતિબંધિત ચાઇના દોરીનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે..

જેમાં શહેર દક્ષિણ પોલીસે બે અલગ અલગ જગ્યાએથી ચાઇના દોરીના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, તેમજ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે અને પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરી થી પશુ - પક્ષીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો માટે આકસ્મિક ઘટના બનતી હોય છે..

સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ડીસા શહેર માં કેટલાક વ્યાપારીઓ દ્વારા સરકાર ના નિયમોનું ઐસી તૈસી કરી ચાઇના દોરીનું વેચાણ કરતાં ઝડપાયા છે..

ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમી ના આધારે અલગ અલગ બે જગ્યાએ થી ચાઈના દોરીના વેચાણ કરતાં બે શખ્સોને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી..

જેમાં ચામુંડા સોસાયટી માં આવેલી કપી સ્ટેશનરીમાંથી ચાઈના દોરી સાથે રાજ મનોજ મહેસુરિયા ( મોદી )ને ચાઈના દોરીની 4 હજાર રૂપિયાની 12 ફિરકી તેમજ એસ સી ડબલ્યુ હાઈસ્કૂલ રોડ પરથી કમલેશ ને 2 હજાર રૂપિયાની ચાઇના દોરીની 40 ફિરકીઓ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી..

અને આવી પશુ - પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ અટકે તે માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવા માં આવી છે..