બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં Dani - data એપ્લિકેશનથી અબજો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલવામાં ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે. પાલનપુરમાં સૌ પ્રથમ Dani - data એપ્લિકેશનના સંચાલકો સામે ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમે કચ્છના પાંચ ઠગોને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા સહિત રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઈન એપ્લિકેશન દાની ડાટામાં રોકાણ કર્યું હતું. જોકે, એકાએક આ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવતા કરોડો રૂપિયા લોકોએ ગુમાવ્યા હતા. ત્યારે આ એપ્લિકેશનના સંચાલક સામે 7 માસ અગાઉ ડીસાના છાત્ર ફુલચંદ દશરથભાઈ સોલંકી (માળી)એ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ગાંધીનગર સીઆઇડી સાઇબર ક્રાઇમને સોંપાઈહતી. જેમાં 1100થી વધુ વ્યક્તિઓ એપ્લિકેશનમાં રોકાણ કરી લાલચનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું.

છેતરપિંડી આચરનાર શખ્સો

દિલીપભાઈ અમરસિંહ બાજીગર (રહે.13, સેવાકુંજ ઝૂંપડપટ્ટી, આદિપુર કચ્છ)

2. દામજી બાબુભાઈ ચૌહાણ પેન્થર ટ્રેડિંગના પાર્ટનર( બનાવટી ખાતાઓ લાવનાર) (રહે. સપનાનગર ગાંધીધામ, કચ્છ)

3. જયેશ મુલચંદભાઈ ઘેલાણી ( બનાવટી ખાતાઓ લાવનાર)( રહે. સપનાનગર ગાંધીધામ કચ્છ)

4. હિતેશ હરિલાલ ચૌહાણ ( બનાવટી ખાતાઓનો ઉપયોગ કરવા આપનાર) (રહે. વિનાયક સોસાયટી આદિપુર, કચ્છ)

5.રમેશભાઈ ભરતભાઈ મહેશ્વરી ( પેન્થર ટ્રેડિંગની ઓફિસમાં બેંકનું તથા વહીવટી કામ કરનાર) (રહે. સ્વામિનારાયણ નગર સતાપર રોડ, અંજાર, કચ્છ)છ)

રૂ. 2.71 અબજના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

અલગ અલગ સર્વિસ પ્રોવાઇડરો મારફતે નાણાનો પ્રવાહ અલગ-અલગ બેંકના ખાતામાં જતો હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતુ. જેનો અભ્યાસ કરતા એક પેન્થર ટ્રેડિંગ નામની પાર્ટનરશીપ ધરાવતી ફર્મના એક્સિસ બેન્કના ચાલુ ખાતામાં દાની ડેટા નામની એપ્લિકેશનના ભોગ બનનાર વ્યક્તિઓના નાણા ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટમેન્ટ તથા દસ્તાવેજી પુરાવો ચેક કરતાં ત્રણ પાર્ટનરોના નામ મળી આવ્યા હતા. જેમાં રૂ. 2,71,24,31,592 જણાયું હતું