વાવ ના દેથળી માઇનોર - 2 કેનાલ માં પાણી ઓવરફ્લો થતા ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યું પાણી..
ખેડૂતો ની મહેનત પર ફરીવળ્યૂ પાણી,
વાવના દેથળી માઇનોર 2 કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળતા નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ છલકાઈ ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતનો ઉભો ભાગ પાણીમાં ઘરકાવ થયો છે..
વાવ ની દેથળી માઇનોર 2 કેનાલ પાણી ઓવર ફ્લો થતાં ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતુ. જેમાં ખેડૂતોનો આક્ષેપ છે કે, નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ ઓવરફ્લો થઈ અને ખેડૂતના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું..
ઉલ્લેખનીય છે કે, વાવ તાલુકાના ચોથાનેસડા ગામની માઇનોર 3માં પણ શનિવારે મધરાતે અંદાજે 30 ફૂટ જેટલું ગાબડું પડતા કેનાલના પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યા હતા. તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો. જેમાં ખેડૂત દ્વારા સત્વરે નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.
આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, માઇનોર 2 કેનાલ દેથળીમાંથી પાણી છોડવામાં આવે ત્યારે વધારે છોડવામાં આવે જેના કારણે જે ખેતર છે ઘઉંના પાકને નુકસાન થયું છે. ન છોડવામાં આવે તો પંદર દિવસ મહિનો છોડવામાં આવતું નથી. આગળ આની પછી નાળુ આવે છે. નાળામાં કચરો ભરાઈ ગયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કચરો સાફ કરવામાં આવ્યો નથી અને નાળુ પણ ઘણું નાનું છે તે પણ થોડું મોટુ બનાવે જેથી આગળના ખેડૂતોને પાણી મળે.