ડીસા માં રોટરી ક્લબ ડીવાઇન દ્વારા પ્રથમવાર રાઈઝ એન્ડ શાઈન ફેસ્ટિવ યોજાયો.. 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઘરે બેસી વેસ્ટ માંથી બેસ્ટ અને અવનવી પ્રવૃત્તિઓ કરતી દીકરીઓ અને મહિલાઓને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ડીસામાં રોટરી ક્લબ દ્વારા પ્રથમવાર રાઈઝ એન્ડ શાઇન ફેસ્ટિવ યોજાયો હતો..

જેમાં શોપિંગ ગેમ્સ અને ફૂડ કાર્નિવલ માં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો..

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક દીકરીઓ અને મહિલાઓ ઘરે બેસી વેસ્ટમાંથી બેસ્ટ અને અવનવી પ્રવૃત્તિઓ કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે. જેમાં ભરતકામ, સીવણ કામ, ફૂડ વેરાઈટી, શુશોભન સહિત અનેક ચીજ વસ્તુઓ મહિલાઓ બનાવે છે. આ ચીજ વસ્તુઓ બનાવતી મહિલાઓને એક પ્લેટફોર્મ મળી રહે અને તેમની આવડત અને કારીગરીને લોકો ઓળખતા થાય તે માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા પ્રથમવાર રાઈઝ એન્ડ શાઈન ફેસ્ટિવલનું આયોજન કરાયું છે..

જેમાં શોપિંગ ગેમ અને કાર્નિવલમાં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો. બે દિવસીય ફેસ્ટિવલમાં કિડ્સ કોમ્પિટિશન, ડ્રોઈંગ અને આર્ટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિજેતા ઉમેદવારને પ્રોત્સાહિત કરાયા હતા. માત્ર ડીસા જ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી અનેક લોકોએ આ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી..