સમીની પી.આર.પરમાર હાઈસ્કુલમાં રમોત્સવનું આયોજન,નવી રમતોની સામે જૂની રમતો રમી રમતોત્સવ ઉજવ્યો.,,સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઈસ્કુલ (જય ભારત) માં રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમોત્સવમાં હાલની નવી ગેમ (ફ્રી ફાયર,પબજી) જેવી છોડે અને જૂની રમતો તરફ પાછાવળે તે માટે (કોથળા દોડ, ફુગ્ગા ફોડ,સ્લો સાઇકલ,દોડ,લોટમાંથી ચોકલેટ,લીંબુ ચમચી,સંગીત ખુરશી, કબડ્ડી,વોલીબોલ,ખોખો,લગડી દોડ વગેરે રમતોની સમજ આપી અને રમાડી હતી..આ રમોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાની સુષુપ્ત શક્તિ બહાર લાવ્યા હતા.આ રમોત્સવની તમામ રમતની સમજ સ્પોર્ટ કોચ હરેશભાઈ ચાવડા,હરેશભાઈ ઠાકોરે આપી હતી.શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલે લીલી ઝંડી આપી અને રમોત્સવની શુભ શરૂઆત કરી હતી.આ પ્રસંગે શાળાના શિક્ષક સંજયભાઈ ઠાકોર, અશ્વિનભાઈ કડિયા,વિપુલભાઈ પટેલ, મહેબૂબભાઈ સિપાઈ, સાહિલકુમાર વિરતિયા, બાલસંગજી ઠાકોર,જશ્મીનાબેન શેખ હાજર રહી સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા એ કર્યું હતું.