નિવલદા ગામના ઇસમની મોટરસાયકલ નો પીછો કરી ઢીકા પાટુ નો માર મારી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી બીપીનભાઈ મારગયાભાઈ વસાવા રહે ગ્રામ પંચાયત ફરયુ નિવલદા તાલુકો ડેડીયાપાડાનાઓ પોતાની મોટરસાયકલ ઉપર કોઈ કામ થિ નીકળ્યા હતા દરમિયાન આ કામના આરોપીઓ એ આ કામના ફરિયાદીની મોટરસાયકલ નો મોજે મિશન ચોકડી થી નીવાલદા અને પારસી ટેકરા સુધી પીછો કરી આ કામના ફરિયાદી સાથે ઝઘડો કરી મા બહેન સમાન ગમે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ઢીકા પાટુનો માર મારી તમામ આરોપીઓએ એક બીજા ની મદદગારી કરતા આ કામના ફરિયાદી બીપીનભાઈ મારગિયાભાઈ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની ડેડીયાપાડા પોલીસ થતા ડેડીયાપાડા પોલીસે આરોપી (1) સુનીતાબેન સોમાભાઈ વસાવા (2) રતનબેન સોમાભાઈ વસાવા (3) પ્રદીપભાઈ સોમાભાઈ વસાવા (4) સોમાભાઈ પુનાભાઈ વસાવા તમામ રહે નિવલદા જેટકો સબ સ્ટેશન કોલોની તા દેડયાપાડા નાઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે