થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા જતા ભક્તો નું જામનગર ખાતે સ્વાગત કરાયું હેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર,, વર્તમાન સમયમાં અનેક લોકો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખી અનેક સ્થળોએ પગપાળા ચાલતા જઈ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ થી દ્વારકા સુધી પગપાળા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. કેટલા વર્ષોથી રવજીભાઈ નાઈ કુંભારા,નાયણા ભાઈ ગામ મલુપુર, બબાભાઈ મલુપુર, નાઈ મોહનભાઈ ભુરીયા,હીરાભાઈ ભોરડુ,, દેસાઈ મશરૂભાઈ,નાઈ બાબાભાઈ કુંભારા,નાઈ સોનાભાઈ લીંબાવું, સુથાર જીગરભાઈ મલુપુર ,ઠાકોર સોનાભાઈ મલુપુર સહિત લોકો આ પગપાળા યાત્રા માં જોડાયા છે.સૌ લોકો દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવ છે. ત્યારે આ ભક્તો નું જામનગર ખાતે નાઈ સમાજ ના આગેવાન આપા સાહેબ ચુડાસમા તેમજ કાંતિભાઈ નાઈ તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય મહાસભા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રવજીભાઈ તેમજ સંઘે આભાર વ્યક્ત કર્યો હતો..