માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૯૬ મી “મન કી બાત”ના કાર્યક્રમને સાંભળવાનું આયોજન આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાના સંવેદનશીલ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પેટલાદ તાલુકાના દંતેલી મુકામે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યું.આ પ્રસંગે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ,શ્રી નવીનભાઈ ગોહિલ,આણંદ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત કા.ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલ,દંડકશ્રી અજયભાઈ ગઢવી,જીલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્યો,ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.